વાંકાનેરના વાંકીયા ગામે સિંચાઇ માટે કેનાલની સુવિધા નથી.એટલે ગામની ખેતી વરસાદ ઉપર આધારિત છે.વરસાદ સારો ન પડે ત્યારે કુવા કે બોરનો સહારો લેવો પડે છે. જો કે આ કુવા અને બોરની સુવિધા બધા પાસે હોતી નથી. એટલે કેનાલ ન હોય મોટાભાગે વરસાદ પર હરિભરી ખેતી નિર્ભર રહે છે. આથી ગામમાં સારો વરસાદ પડે ત્યારે પાણી અને પાકનું ઉજળું ચિત્ર સામે આવે છે.બાકી વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.તેથી ગામના ખેડૂતોએ ખેતી માટે કેનાલની સુવિધા આપવાની માંગ કરી છે.
વાંકાનેર તાલુકાના વાંકીયા ગામના સરપંચ ધનજીભાઈ કરશનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તેમનું ગામ 1979ની મચ્છુ જળ હોનારત પછી બન્યું છે.આ ગામ 1, 2, 3 એમ ત્રણ વિભાગમાં ઓળખાય છે. ગામનો મુખ્ય ધંધો ખેતી હોવા છતાં કેનાલની સુવિધા નથી. તેમજ પશુપાલન મોટા પ્રમાણમાં હોવા છતાં પશુ દવાખાનું નથી. હાલ આ ગામની વસ્તી 2400ની આસપાસ છે. આ ગામમાં આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. ગામમાં 1થી8 ધોરણની સરકારી પ્રાથમિક શાળા, 70 ટકા રોડ રસ્તા સારા અને 70 ટકા ભુગર્ભ ગટર સારી, આંગણવાડી, સફાઈ માટે વાહન સહિતની સુવિધા છે. આ ગામના ત્રણ ભાગ પડે એમાં એકમાંથી બીજા ગામા જવાના માર્ગ ખરાબ છે. જેમ કે વાંકિયા 1 માથી 2 ને 2 માથી 3 માં જવાના માર્ગો સાવ ખરાબ છે, તેને નવા બનાવવાની માંગ છે,ગામમાં પાણીની કોઈ સમસ્યા હલ નથી. એટલે પાણીનું મોટું સુખ છે.