Thursday - Jul 02, 2026

ઇકોની સાઈડ કાપવા મામલે ચાલકને લોખંડનો પાઇપ મારી ફરી ભેગો થયો તો વધુ મારીશ તેવી ધમકી

ઇકોની સાઈડ કાપવા મામલે ચાલકને લોખંડનો પાઇપ મારી ફરી ભેગો થયો તો વધુ મારીશ તેવી ધમકી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલી મારામારીની ઘટના મામલે એક આરોપી સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે ધાર્મિક સ્થળે દર્શને કરી પોતાની ઇકો કારમાં પરત વીંછીયા તાલુકાના નાના માત્રા ગામે જઈ રહેલા યુવકે આગળ જતી ઇકો કારની સાઈડ કાપવા હોર્ન મારતા આ બાબતનો ખાર રાખી ઇકો ચાલક અને અન્ય એક શખ્સે ઇકો કારના ચાલકને માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વીંછીયા તાલુકાના નાના માત્રા ગામે રહેતા ઈશ્વરભાઈ દેવજીભાઈ હણએ આરોપી ભરત રામભાઈ ખટાણા રહે.કાળાસર તા.ચોટીલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.25ના રોજ તેઓ ઇકો લઈ મેસરિયા દર્શન કરવા ગયા હતા અને પરત આવતી વેળાએ આરોપીની ઇકોની સાઈડ કાપવા હોર્ન મારતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.બાદમાં ફરિયાદી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગમારા પંપ પાસે નાસ્તો કરવા ઉભા રહેતા આરોપી ભરત તેમજ અજાણ્યા શખ્સે માર મારી લોખંડના પાઇપ વડે પગમાં ફ્રેક્ચર કરી નાખી હવે ફરી ભેગો થયો તો વધુ મારીશ તેવી ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.