Wednesday - Aug 19, 2026

મોરબીમાં દારૂ - બિયર ઝડપાયો, આરોપી પોલીસ પકડથી દૂર

મોરબીમાં દારૂ - બિયર ઝડપાયો, આરોપી પોલીસ પકડથી દૂર

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વજેપર શેરી નંબર 11માં આવેલ આરોપી ભુપેન્દ્ર જયસુખભાઈ વાઘેલા રહે.કાલિકા પ્લોટ, મોમાઈ ડેરી પાસે મોરબી વાળાના ખંઢેર મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 36 બોટલ તેમજ બિયરના 24 ટીન કિંમત રૂપિયા 24,480 કબ્જે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.