Saturday - May 16, 2026

મોરબીમાં સામસામા લગ્નના કિસ્સામાં બહેન રિસમણે આવતા સાળાઓએ બનેવીને ધમકી આપી

મોરબીમાં સામસામા લગ્નના કિસ્સામાં બહેન રિસમણે આવતા સાળાઓએ બનેવીને ધમકી આપી

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમા આઈટીઆઈ પાસે રહેતા ચારણ ગઢવી પરિવારના યુવાનને સગા બે સાળાઓએ બાળકો સાથે રિસમણે આવેલ બેનને પાછી મૂકી જવા કહી ટેલિફોનિક ધમકી આપતા દોઢ મહિના જુના બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.


બનાવ અંગે ફરિયાદી ભરતભાઇ રાજશીભાઈ માલદેવ રહે.મહેન્દ્રનગર આઈટીઆઈ સામે વાળાઓએ આરોપી એવા સગા સાળા રાણાભાઈ લાભુભાઈ ચારણ અને ભગીરથભાઈ લાભુભાઈ ચારણ રહે.દેવનલિયા, પંધાના, જિલ્લો ખંડવા મધ્યપ્રદેશવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી અને આરોપીઓનું સામસામુ સગપણ થયું હોય અને ફરિયાદી ભરતભાઈના બેન દેવલબેનના પતિ રાણાભાઈ સહિતના સાસરિયા ત્રાસ દેતા હોય તેઓ હાલમા માવતરે રહેતા હોવાથી આરોપી રાણાભાઈએ ફરિયાદીના પત્ની ધાકુબેન સાથે ફોનમાં વાત કરી બાદમાં પોતાની સાથે ફોનમાં વાત કરી દેવલબેનને બાળકો સાથે મૂકી જવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.