મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે મોરબી – માળીયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામની સીમમાં આરોપી સંજય મનસુખભાઇ થરેશા અને આરોપી ગણેશ ઉર્ફે સતીશ મનસુખભાઇ થરેશા દ્વારા ખેતરમાં દારૂની બોટલો દાટીને છુપાવી રાખી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ખેતરમાંથી જમીનમાં દાટેલ વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 13,464 મળી આવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.