મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં બાઈક ચલાવવા મુદ્દે છ શખ્સોએ પરપ્રાંતીય યુવક સાથે ઝઘડો કરી બાદમાં યુવકના પિતાને રસ્તામાં આંતરી આરોપીઓએ પિતા પુત્ર પર લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ મોટો સ્લીમ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અભિષેક હુકમસિંગ રાજપુતે આરોપી વિજય રઘુભાઈ ગોરાલિયા, રહે.ભીમગુડા, મુકેશ સુરેશ મગવાનીયા, વિષ્ણુ જુગા મગવાનીયા, સુરેશ વરસિંગ મગવાનીયા, મનહર સુરેશ મગવાનીયા અને આરોપી જુગા વરસિંગ મગવાનીયા રહે.તમામ રાતાવીરડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓએ બાઈક ચલાવવા મુદ્દે ઝઘડો કરી બાદમાં ફરિયાદીના પિતા હુકમસિંગને રસ્તામાં રોકી લાકડી વડે તમામ આરોપીઓએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.