Saturday - Aug 29, 2026

મોરબીમાં ઘરના બાથરૂમ નજીક બેભાન થઈ જવાથી યુવકનું મોત

મોરબીમાં ઘરના બાથરૂમ નજીક બેભાન થઈ જવાથી યુવકનું મોત

મોરબી : મોરબી શહેરના વિશિપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા ઉસમાનભાઈ વલીભાઈ મકવાણીયા ઉ.44 ગઈકાલે સવારના સમયે તેમના ઘેર બાથરૂમ પાસે બેભાન અવસ્થામાં મળી આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.