માળિયા-જામનગર હાઇવે પર રાત્રીના સમયે ખેડૂતોએ ચક્કાજામ કરતા પોલીસમાં દોડધામ મચી, ખેડૂતોએ કંપનીને ખેતરોમાંથી તમામ સામાન હટાવી લેવાની માંગ કરી
મોરબી : માળિયા મિયાણાના રાસંગપર ગામે હેવી વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે ખેડૂતોએ અને કોંગ્રેસે સાથે મળી વિરોધ નોંધાવવા માટે ગતરાત્રીના સમયે માળિયા-જામનગર હાઇવે પર ચક્કાજામ શરૂ કર્યો છે. જેને પગલે હાઇવે ઉપર વાહનોની કતારો જામી હતી.
માળિયા મિયાણાના રાસંગપર ગામેથી અદાણી કંપનીની વીજલાઈન નીકળતી હોવાથી આ કંપની દ્વારા કોરિડોર બહાર કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામ અટકાવ્યું હતું. તે સમયે પોલીસે હસ્તક્ષેપ કર્યો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર હજુ વળતર આપવામાં આવ્યું નથી અને કંપની દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ખેતરોમાંથી કંપની પોતાનો સામાન ખસેડી લ્યે.આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, માળિયા પીઆઇ સાથે વાત કરી હતી. અમે ચીમકી આપી હતી કે ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં જો કંપની પોતાનો સામાન ખેડૂતોના ખેતરમાંથી ખસેડી નહિ લ્યે તો ચક્કાજામની ચીમકી આપી હતી. તેમ છતાં દાદા ન આપતા અંતે રાસંગપર પાસેથી પસાર થતા માળિયા જામનગર હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો.