Friday - Apr 17, 2026

મોરબીમાં પતિ પત્ની વચ્ચેના કંકાસનો મામલો થાળે પાડવા જતા ઉલ્ટાનો યુવાનને માર પડ્યો

મોરબીમાં પતિ પત્ની વચ્ચેના કંકાસનો મામલો થાળે પાડવા જતા ઉલ્ટાનો યુવાનને માર પડ્યો

ત્રણ શખ્સોએ યુવાનને કોસ, ધારીયાના ઘા ઝીકયાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી બાયપાસ પર નેક્સસ સિનેમા પાસે ઘુતારી વિસ્તારમાં પાડોશમાં ઝઘડી રહેલા દંપતીને છોડાવવા ગયેલા યુવક પર ત્રણ શખ્સોએ કોસ અને ધારીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના નેક્સસ સિનેમા નજીક ઘુતારી વિસ્તારમાં રહેતા અને છકડો રીક્ષા ચલાવતા ફરિયાદી દીપકભાઈ સુરેશભાઈ અંત્રેસા ઉ.વ.37એ આરોપી જગદીશભાઈ સરવૈયા, આરોપી જગદીશભાઈનો પુત્ર દક્ષ તેમજ જગદીશભાઈના ભાઈ છનાભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ તેમનાં પાડોશમાં રહેતા વિક્રમભાઈ અને તેમના પત્ની ઝઘડો કરતા હોવાથી તેમની દીકરી બન્નેને છોડાવવા આવવા કહેતા ફરિયાદી દીપકભાઈ બન્નેને શાંત પાડવા જતા વિક્રમભાઈ ઘરેથી નીકળી આગળ આરોપી જગદીશભાઈની વાડી તરફ જતા રહેતા વિક્રમભાઈને લેવા જતા ત્રણેય આરોપીઓએ કોસ તેમજ ધારીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.બનાવ અંગે દીપકભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.