Friday - Apr 17, 2026

હળવદમાં ચૂંટણી ટાણે જ આપ.પાર્ટીના બે નેતા દારૂની પાર્ટી મનાવતા ઝડપાયા

હળવદમાં ચૂંટણી ટાણે જ આપ.પાર્ટીના બે નેતા દારૂની પાર્ટી મનાવતા ઝડપાયા

હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં છે ત્યારે રાજકીય આલમમાં ખળભળાટ મચી જાય તેવી એક ઘટનામાં હળવદ પોલીસે હાઇવે પર ચાલુ કારમાં દારૂની મહેફિલ માણતા આમ આદમી પાર્ટીના દિલ્હીના એક નેતા તેમજ જિલ્લા પંચાયતની હળવદ બેઠકના પ્રભારીને ડમડમ હાલતમાં ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ હાઇવે પર જીજે - 13 - એએચ - 2321 નંબરની શંકાસ્પદ કાર અટકાવી ચેક કરતા કારમાં બેઠેલા ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટીના પ્રભારી હિતેશ મનસુખભાઇ વરમોરા રહે.રુદ્રપાર્ક, હળવદ અને દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા અને હળવદ - ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પ્રભારી વિકાસકુમાર વિજયકુમાર ચાલુ વાહનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓના કબ્જામાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2000, આઈ ટેન કાર કિંમત રૂપિયા 3 લાખ તેમજ 3 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20 હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.