Tuesday - Sep 15, 2026

મોરબીમાં સાવકા પિતા નશો કરી મારપીટ કરતા બે બહેનોને ઘર છોડવા મજબુર બની

મોરબીમાં સાવકા પિતા નશો કરી મારપીટ કરતા બે બહેનોને ઘર છોડવા મજબુર બની

બંને બહેનો ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ જૂના બસ સ્ટેશને ગભીરાયેલી હાલતમાં જોવા મળતા જાગૃત નાગરીકની મદદથી અભયમ ટીમે બન્ને દીકરીઓને સુરક્ષિત રીતે ધરે પહોંચાડી તેના સવાકા પિતાને હવે પછી કોઈપણ પ્રકારનો ત્રાસ આપશે તો કાયદાકીય રાહે કડક કાર્યવાહીની ચેતવણી આપી

મોરબી : મોરબીમાં સીરામીક કારખાનામાં મજૂરી કરતા શ્રમિક પરિવારની બે સગીરવયની સગી બહેનો તેના સાવકા પિતાના ત્રાસથી ઘર છોડવા મજબૂર બની હતી. જેમાં સાવકા પિતા નશો કરી મારપીટ કરી ઘરખર્ચ ન આપતા હોવાથી રોજેરોજના ત્રાસથી કંટાળીને બન્ને બહેનો ઘરેથી નીકળીને જુના બસ સ્ટેન્ડે પહોંચી હતી. પણ બન્ને બહેનોનો ક્યાં જવું એની સમજ પડતી ન હોવાથી ગભરાયેલી હાલતમાં હોવાની જાગૃત નાગરિકે જાણ કરતા તુરંત જ અભયમ ટિમ સ્થળ પર પહોંચી બંને બહેનોની આપવીતી જાણી મામલો આખો સાંભળી લીધો હતો. અભયમ ટીમે બન્ને દીકરીઓને સુરક્ષિત રીતે ધરે પહોંચાડી તેના સવાકા પિતાને હવે પછી કોઈપણ પ્રકારનો ત્રાસ આપશે તો કાયદાકીય રાહે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે કોલ કરીને માહિતી આપી હતી કે, મોરબીના જૂના બસ સ્ટેશન પર 2 કિશોરીઓ છેલ્લા કેટલાંક કલાકોથી એકલી બેઠી છે. બંને ખૂબ જ ગભરાયેલી છે અને કોઈ ચોક્કસ સરનામું કે માહિતી આપી રહી નથી. આ જાણકારી મળતા જ ફરજ પરના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન અને પાયલોટ વિરમભાઈ જોઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

181 ટીમે સૌપ્રથમ બંને દીકરીઓને સાંત્વના આપી સુરક્ષિત સ્થળે બેસાડી હતી. ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરતા કિશોરીઓએ પોતાની વ્યથા ઠાલાવી હતી. તેમણે જણાવ્યું કે, તેમની માતાના આ બીજા લગ્ન છે જેને 8 વર્ષ થયા છે. તેને કુલ 3 બહેનો છે અને હાલ મોરબીની એક ટાઈલ્સ કંપનીમાં પરિવાર સાથે રહે છે. તેમના સાવકા પિતા રોજ નશો કરીને મારઝૂડ કરે છે, અપશબ્દો બોલે છે અને ઘરખર્ચ માટે પૈસા પણ આપતા નથી. આ રોજબરોજના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને બંને બહેનો સવારે રસોઈ બનાવીને કોઈને કહ્યા વગર જ ઘરેથી નીકળી ગઈ હતી

મોરબીમાં સાવકા પિતા નશો કરી મારપીટ કરતા બે બહેનોને ઘર છોડવા મજબુર બની

ગભરાયેલી કિશોરીઓને પિતાનો કોન્ટેક્ટ નંબર કે કંપનીનું સરનામું યાદ ન હતું. પરંતુ 181 ટીમે ભારે જહેમત ઉઠાવીને તેમના પિતાનો સંપર્ક કર્યો હતો. જરૂરી આધાર-પુરાવા ચકાસીને ટીમ કંપની ખાતે પહોંચી હતી. પિતાએ પણ સ્વીકાર્યું હતું કે નાની બાબતે ઝઘડો થતાં દીકરીઓ ઘરેથી જતી રહી હતી અને તેઓ તેમને શોધી રહ્યા હતા.

181 ટીમે પિતાને કાયદાકીય સમજ આપી, ભવિષ્યમાં મારઝૂડ ન કરવા, અયોગ્ય વર્તન ન કરવા અને દીકરીઓને શિક્ષણ આપવા બાબતે કડક સૂચના અને લાંબી સમજાવટ આપી હતી. અંતે, બંને કિશોરીઓએ પણ ફરી ક્યારેય ઘરની બહાર ન નીકળવાનો સંકલ્પ લીધો હતો. 181 ટીમે બંને દીકરીઓને સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી, જેના બદલ પરિવારએ હૃદયપૂર્વક 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.