મોરબી : મોરબી શહેરના જેલરોડ પર અવાર નવાર દારૂ ઢીચી હનુમાનજીના મંદિર પાસે ખેલ કરતા બે શખ્સોને ટપારવા જતા બન્ને દારૂડિયાઓએ યુવકને માર મારી લોહીલુહાણ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના જેલરોડ પર રહેતા નરેશભાઈ ધનજીભાઈ ઉર્ફે કાળુભાઈ મકવાણા ઉ.વ..23 નામના યુવકે આરોપી પભી અને ભરત રહે.બન્ને વાલ્મિકી વાસ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ અવાર નવાર અહીં આવેલ હનુમાનજી મંદિર પાસે નશાની હાલતમાં આવી ધમાલ કરતા હોવાથી ગઈકાલે પણ નશાની હાલતમાં આવ્યા હતા જેથી ફરિયાદીએ દારૂ પી અહીં આવવાની ના પાડતા બન્ને શખ્સોએ યુવક પર હુમલો કરી ટાઇલ્સનો ઘા મારી કમરપટ્ટા વડે માર મારતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.