મોરબી : મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત તથા રાજ્ય) વિભાગ હસ્તકના કુલ રૂ. 59.77 કરોડના વિવિધ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ કાર્યક્રમ આવતીકાલે તા. 15/11/2025 ને, શનિવારના રોજ સાંજે 04:30 કલાકે, પટેલ સમાજ વાડી, બેલા (રં),મોરબી ખાતે યોજાશે. જ્યાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાશે.
બેલા-ભરતનગર (ખોખરા હનુમાન) રોડ માટે રૂ. 2842.50 લાખ, પીપળીયા-મહેન્દ્રનગર-સરવડ રસ્તાનું રીસર્ફેસિંગ માટે રૂ. 789.98 લાખ, જીકીયારી ખાતે મેજર બ્રિજ માટે 751.53 લાખ અને અણીયારી વેજલપર ઘાંટીલા રોડ માટે રૂ. 1593.40 લાખના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામોનો મળી કુલ રૂ. 5977.41 લાખના (59.77) કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કાર્યક્રમમા હંસાબેન જે. પારેખી (મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ) ઉપસ્થિત રહેશે તેમજ અન્ય મહાનુભાવોમાં હીરાલાલ ટમારીયા (મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ), પ્રવીણભાઈ સોનાગ્રા (કારોબારી અધ્યક્ષ), અજયભાઈ લોરિયા (ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ), મેરાભાઈ વિઠ્ઠલાપરા (જાહેર બાંધકામ સમિતિ સભ્ય), અશોકભાઈ દેસાઈ (પ્રમુખ, તાલુકા પંચાયત, મોરબી) સુશિલાબેન એ. બાવરવા, (પ્રમુખ, તાલુકા પંચાયત, માળીયા(મીં)) તથા જાનકીબેન જે. કૈલા (સભ્ય, જિલ્લા પંચાયત-મોરબી)ની ઉપસ્થિતિ રહેશે.