Monday - Apr 06, 2026

મોરબીમાં જૂના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને છરી મારી

મોરબીમાં જૂના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાનને છરી મારી

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર મિલનપાર્કમાં આવેલ કેશવ હોલ નજીક ગત તા.30 માર્ચના રોજ રાત્રીના સમય ફરિયાદી શાહરુખ આરીફભાઇ પરમાર રહે.મિલનપાર્ક વાળા પર આરોપી સિકંદર ઉર્ફે સિકલો, સમીર રાઉમા, જુનેદ ઉર્ફે લાલો, જુબેર ઉર્ફે બબુડો અને આરોપી અકરમ રહે.પંચાસર રોડ વાળાઓએ જૂની અદાવતમાં છરી વડે હુમલો કરી લાકડાના ધોકા વડે ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.