હળવદ : હળવદ શહેરના રાયસંગપર રોડ પર વડીલો પાર્જીત જમીનમાં ભાયુભાગની જમીનમાં જેસીબી વડે કામ ચાલુ હોવાથી આધેડે પોતાના મોબાઈલ ફોનમાં જેસીબીના ફોટો પાડતા ઉશ્કેરાઈ ગયેલા મહિલા સહિતના ચાર આરોપીઓએ આધેડને ઢીકા પાટુનો માર મારી કોર્ટમાં ચાલતો કેસ પાછો ખેંચવા ધમકી આપતા કુટુંબીજનો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરના રાયસંગપર રોડ પર ખેતીની જમીન ધરાવતા ફરિયાદી અશ્વિનભાઈ અમરશીભાઈ સોનાગ્રા ગઈકાલે સાંજે પોતાની વાડીએ જતા પાડોશમાં ભાયુભાગની જમીન ધરાવતા આરોપી મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદીપભાઈ રતિલાલ સોનાગ્રા, મેહુલભાઈના પત્ની તેમજ આરોપી સવજીભાઈ છગનભાઇ રહે.બધા મોરબી દરવાજા, હળવદ વાળાઓ જેસીબીથી ખેતરમાં કામ કરાવી રહ્યા હોવાથી અશ્વિનભાઈએ જેસીબીનો ફોટો પાડતાં આરોપીઓને સારું લાગ્યું ન હતું અને અશ્વિનભાઈને ઢીકા પાટુનો માર મારી કોર્ટમાં ચાલતો કેસ પરત ખેંચવા ધમકી આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.