મોરબી જિલ્લામાં હમણાંથી ઠંડીનું પ્રમાણ એકદમ ઘટી ગયાની વચ્ચે આજે વહેલી સવારથી વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યો હતો અને મોરબી જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધૂમમ્સ છવાઈ ગઈ હતી. ગાઢ ધૂમમ્સભર્યું વાતાવરણ એટલી હદે છવાઈ જતા થોડે દુર પણ ચિત્ર એકદમ ધુધળું લાગતા એટલે કાંઈ સ્પષ્ટ ન દેખાતા વાહન ચાલકો વચ્ચે નાના મોટા અકસ્માત થયા હતા. એટલે સામાન્ય અકસ્માતના બનાવો બન્યા હોય સદનસીબે કોઈ મોટા અકસ્માત ન થતા જાનહાની થઈ નથી.
મોરબીમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધૂમમ્સભર્યા વાતાવરણને કારણે ઠેરઠેર વાહન ચાલકો અટવાયા હતા. થોડે દુર એટલે એક મકાનથી સામેનું મકાન પણ એકદમ ધુધળું દેખાતા વાહન ચાલકોને સલામતી માટે એકદમ વાહન ધીમું ચલાવવાની ફરજ પડી હતી. વાતાવરણ એકદમ ધીર ગંભીર હોવાથી જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું હતું. જો કે વહેલી સવારે 6 -30 વાગ્યા સુધી એકદમ અંધકારમય વાતાવરણ રહ્યા બાદ સવારે સાત વાગ્યે દિવસ ધીરેધીરે ઉઘડતા જ ગાઢ ધૂમમ્સ છવાયું હોવાનું ધ્યાને આવતા 9 કે 10 વાગ્યા સુધી આવું જ વાતાવરણ રહ્યું હતું અને સૂર્ય નારાયણે દર્શન દીધા ન હતા. આથી ગાઢ ધૂમમ્સભર્યા વાતાવરણને કારણે ઘરથી રોજ નોકરી ધંધે જવા નીકળેલા સંખ્યાબંધ લોકોને થોડી હાલાકી ભોગવવી પડી હતી.