માળીયા નજીક પૂંઠા ભરેલું આઇસર ભડભડ સળગી ઉઠ્યું હતું. સદભાગ્યે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.પણ આગમાં આઇસર સળગી ઉઠ્યું હતું.
આગની ઘટનાની ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર માળિયા- હળવદ હાઇવે ઉપર માણાબા અને ખાખરેચી પાટિયા વચ્ચે આવેલ એક સિરામિક ફેકટરી સામે રહેલા પુઠા ભરેલા આઇસરમાં આજે સાંજે કોઈ કારણોસર આગ ભડકી ઉઠી હતી અને જોતજોતાંમાં પૂંઠા ભરેલું આઇસર ભડભડ સળગી ઉઠ્યું હતું. આ બનાવની જાણ થતાં હળવદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને પૂંઠા ભરેલા આઇસરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી. જો કે આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી.