Sunday - Jul 26, 2026

મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાનનું માથું ફોડી નાખ્યું

મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાનનું માથું ફોડી નાખ્યું

મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાનનું માથું ફોડી નાખ્યું

મોરબી : મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્સો તૂટી પડ્યા હતા. આ ત્રણેય શખ્સોએ જુના મનદુઃખના ખરમા યુવાનને માર મારી માથું ફોડી નાખતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.


મોરબીના વિસીપરામાં રહેતો અમિત દિલીપભાઈ સારડા નામનો યુવાન ગતરાત્રે પોતાના મિત્રની રાહ જોઇને કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઉભો હતો ત્યારે આરોપી રુદ્રસિંહ દરબાર, સુદો પટેલ અને વિરુ દરબાર ત્યાં બાઈક લઈને આવીને જુના મનદુઃખનો ખાર રાખી ઝઘડો કરી અને ઢીકાપાટુનો માર મારી યુવાનને પાઇપ વડે માથામાં ફટકારતા માથામાં ઇજાઓ થવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.બાદમાં તેણે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસમાં મારામારીની  ફરિયાદ નોંધાઇ હતી.