Wednesday - Apr 22, 2026

મોરબીમાં પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં પાણી પુરીની રેંકડીમાં આગ લાગી

મોરબીમાં પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં પાણી પુરીની રેંકડીમાં આગ લાગી

ગેસના બાટલાની નળીમાં લીકેજના કારણે  આ આગ લાગ્યાનું તારણ, સદનસીબે જાનહાની નહિ

મોરબી : મોરબીના બન્ને પુલ નીચે ભરાતી રવિવારી બજારમાં એક પાણી પુરીની રેંકડીમાં આગ લાગતા રવિવારીમાં રહેલી ભીડમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ સ્ટાફે સમયસર દોડી જઈને આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટનામાં સહેજમાં અટકી હતી.

મોરબી ફાયર બ્રિગેડ ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફને આજે ફાયર બ્રિગેડની કચેરીના  ફાયર કંટ્રોલ ઉપર કોલ આવેલો હતો કે મયુર બ્રિજ નીચે એક પાણીપુરીની લારીમાં આગ લાગી હતી. આથી આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફે ઘટનાસ્થળે તાકીદે દોડી જઈને બનાવ સ્થળની મુલાકાત લેતા આજે દર રવિવારની જેમ આજે પણ રવિવારે પુલ નીચે રવિવારે બજાર ભરાય અને રવિવારી બજાર સામાન્ય લોકો માટે બિગ બજાર હોવાથી ઘણા લોકો કોઈને કોઈ વસ્તુ લેવા ઉમટી પડ્યા હોય તેમને દૂર નરી પાણી પુરીની લારીમાં લાગેલી આગનું નિરીક્ષણ કરતા પાણી પુરીની લારીમાં રહેલા ગેસના બાટલાની નળીમાં લીકેજના કારણે  આ આગ લાગી હોવાનું માલુમ પડતા ફાયર વિભાગે સલામતી પૂર્વક આગ ઉપર કાબુ મેળવી લેતા અન્ય જગ્યાએ આગ ફેલાતા અટકાવી હતી.