મોરબી જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે શ્રાવણના સરવડા શરૂ થયા હોય એમ દરરોજ બપોર કે સાંજે અથવા રાત્રે ધીમીધારે વરસાદ વરસાવીને મેઘરાજાનું હાજરી અચૂક પુરાવી જાય છે. શ્રાવણ માસના શરુઆતમાં ઘણા દિવસો સુધી આ રીતે દરરોજ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે જો કે બે ત્રણ દિવસ સુધી મેઘરાજાએ બ્રેક રાખ્યા બાદ ગઈકાલથી ફરી શ્રાવણના સરવડા શરૂ કર્યા બાદ ગઈકાલના નિર્ધારિત સમય એટલે બપોરે જોરદાર ઝાપટું વરસી ગયું હતું અને સાંજના 6 વાગ્યા સુધીમાં મેઘરાજાએ ધીમીધારે ખાસ્સી એવી મહેર કરી દેતા ચારેકોર પાણી પાણી અને કીચડ છવાય ગયું છે.