મોરબી જીલ્લામાં લાલપર પાસે દારૂના ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી 1.51 કરોડનો દારૂ અને બિયરના જથ્થા સાથે ગોડાઉનના મેનેજર સહિતના 10 જેટલા આરોપીને ઝડપી લીધા હતા. આ ગોડાઉનના મેનેજર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જીલ્લા કલેક્ટરએ આરોપી રમેશભાઇ પુંજાભાઇ પટણી રહે. નવા ચિત્રોડ તાલુકો રાપર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું જેથી કરીને એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા અને ટીમે આરોપી રમેશભાઇ પુંજાભાઇ પટણી રહે. નવા ચિત્રોડ બાપા સીતારામની મઢુલી પાસે તાલુકો રાપરને અટક કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે ધકેલી દીધો છે.