Monday - Jul 06, 2026

મોરબી પાલિકાનો વહીવટ ડી ગ્રેડ કરતાં પણ ખરાબ હોવાનો કોંગીજનોનો આક્ષેપ

મોરબી પાલિકાનો વહીવટ
ડી ગ્રેડ કરતાં પણ ખરાબ  હોવાનો કોંગીજનોનો આક્ષેપ

કોંગ્રેસ નેતાઓના જણાવ્યા પ્રમાણે, મોરબી નગરપાલિકાની સ્થિતિ ડી ગ્રેડ કરતાં પણ ખરાબ છે. શહેરમાં કચરાના ઢગલા, તૂટેલા રોડ, શેરીઓમાં અંધકાર, ઉભરાતી ગટરો સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. પાલિકામાં વહીવટદારનું શાસન આવ્યું ત્યારથી મોરબીને ગંદકી મુક્તના બદલે ગંદકી યુક્ત બનાવી દેવામાં આવ્યું છે.

કાયમી ચીફ ઓફિસર ન હોય પ્રજાના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થતું નથી. સાથે જ મોરબી-માળિયાના ધારાસભ્ય પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય માત્ર મીડિયામાં વીડિયો વાયરલ કરીને પ્રજાને સુવિધા આપશે તેવું કહીને સસ્તી પ્રસિદ્ધી મેળવી રહ્યા છે. પાલિકાના કામના કોન્ટ્રાક્ટમાં ભાજપના જ આગેવાનો-કાર્યકરો સંકળાયેલા હોવાનુ ચર્ચાઈ રહ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે આ બાબતે ધારાસભ્યએ ઉંડી તપાસ કરવી જોઈએ અને સાચી હકીકત પ્રજા સમક્ષ મૂકવી જોઈએ. સાથે જ રોજમદાર કર્મચારીઓ કામ પર ન આવતા હોવાનો પણ કોંગ્રેસ નેતાઓએ આરોપ લગાવી આ અંગે તપાસ કરવા જણાવ્યું છે. આ તમામ પ્રશ્નો બાબતે કોંગ્રેસ નેતાઓએ શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત કરી છે.