Sunday - Jun 07, 2026

મોરબીમાં પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી સગી પુત્રીને પિતાએ આપી ખૂનની ધમકી

મોરબીમાં પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી સગી પુત્રીને પિતાએ આપી ખૂનની ધમકી

મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં પ્રેમલગ્ન કરીને રહેતા દંપતીને યુવતીના પિતા તેમજ ભાઈએ છરી સાથે ધસી આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ નીલકંઠ સિરામિક ફેકટરીની લેબર કોલોનીમાં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના વતની આરદીપ મુકેશભાઈ દાણા ઉ.વ.23 નામના યુવકે આરોપી બાબુભાઇ કાળાભાઈ પરમાર અને ભરત બાબુભાઇ પરમાર રહે.બન્ને થાનગઢ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13 મેના રોજ સવારના સમયે બન્ને આરોપીઓ લેબર કોલોનીમાં છરી લઈને આવ્યા હતા અને ફરિયાદીએ આરોપીની પુત્રી મનીષા સાથે પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી મનીષાને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.