Sunday - Jun 07, 2026

વાંકાનેરમાં ટેન્કર ચાલકે બે ટ્રકને ટક્કર મારતા એકનું મોત

વાંકાનેરમાં ટેન્કર ચાલકે બે ટ્રકને ટક્કર મારતા એકનું મોત

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર કેરાળા ગામના પાટિયા પાસે ગત તા.5ના રોજ સવારના સમયે આઇસર ટેન્કર ચાલકે બેદરકારીથી પોતાનું વાહન હંકારી વાંકાનેર તરફ આવી રહેલા ફરિયાદી મનસુખભાઇ મગનભાઈ અણીયારા રહે.મગરીખડા, તા.ચોટીલા વાળાના ટ્રક નંબર જીજે - 03 - બીવી -6172ને પાછળથી ટક્કર મારી બાદમાં પોતાનું ટેન્કર રોડ નીચે ઉતારી દઈ રોડની સાઈડમાં પડેલા જીજે - 25 - યુ - 7578 સાથે અકસ્માત સર્જતાં આઇસરમાં બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આઇસર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.