ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા
મોરબી : હળવદ શહેરમાં આવેલી ક્રોસ રોડ હોટલમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના બની છે. આગના કારણે આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ક્રોસ રોડ હોટલમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા. પરંતુ આગે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ત્યાં હાજર લોકો ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં આગ પર કાબુ મેળવી શક્યા ન હતા. આગ બેકાબૂ બનતા તાત્કાલિક હળવદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની સઘન કામગીરી હાથ ધરી છે.