Friday - May 01, 2026

મોરબીમાં સસરાએ પુત્રવધુને હથોડો માર્યો, સામે વહુએ પણ તપેલી મારી

મોરબીમાં સસરાએ પુત્રવધુને હથોડો માર્યો, સામે વહુએ પણ તપેલી મારી

પરિણીતાએ ચારિત્ર્ય પર શંકા કરી પતિ, દિયર અને સસરા મારકુટ કરતા હોવાની અને સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજનો ઘરનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો હતો.જેમાં ઘરની વહુએ પતિ, દિયર અને સસરા ચારિત્ર્ય પર શંકા કરી માર મારતા હોવાનું અને હથોડો ફટકાર્યો હોવાની ફરિયાદ કરતા સામાપક્ષે સસરાએ વહુએ જાનથી મારી નાખવા ધમકી આપી તપેલી વડે ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ગુન્હો નોંધ્યો હતો.

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ડાભીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પતિ દિલીપભાઈ દેવકરણભાઈ ડાભી, સસરા દેવકરણભાઈ નારાયણભાઈ ડાભી અને દિયર જગદીશભાઈ દેવકરણભાઈ ડાભી વિરુદ્ધ ચારિત્ર્ય પર શંકા કરી વાળ પકડીને માર મારી લોખંડના હથોડાનો ઘા કરતા પગમાં ઇજા પહોંચ્યાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી.

સામાપક્ષે દેવકરણભાઈ નારાયણભાઈ ડાભીએ તેમના દીકરાના વહુ મનીષાબેન દિલીપભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, બન્ને માણસો વચ્ચે ઝઘડો થતા હોય મનીષાબેને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હાથ પર તપેલી મારી ઇજા કરી હતી.બનાવ મામલે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.