Saturday - May 02, 2026

હળવદના ચરડવામાં ટ્રક ટ્રેઇલરે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

હળવદના ચરડવામાં ટ્રક ટ્રેઇલરે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

હળવદ : હળવદ - મોરબી હાઇવે પર ચરાડવા ગામે આવેલ દલવાડી સમાજની વાડી પાસે ગત તા.9 માર્ચના રોજ ટ્રક ટ્રેઇલર નંબર એચઆર - 38 - એબી - 0478 નંબરના ચાલકે બાઈક લઈને જઈ રહેલા પાંડાતીરથ ગામના રહેવાસી કુલદીપસિંહ ઉમેદસિંહ અસવાર નામના યુવકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા કુલદીપસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ટ્રેઇલર ચાલક વાહન મૂકી નાસી ગયો હતો.અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા ગુલાબસિંહ રામભા અસવારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.