રાજકોટ ખાતે પરણાવેલી દીકરીને રાતોરાત મોરબી પરત પોતાના ઘરે લઈ આવવા બદલ જમાઈએ પોતાનો બધો જ ગુસ્સો સાસુ માં ઉપર ઉતાર્યો હતો અને રાજકોટ રહેતી પરણિત દીકરીને મોરબી રહેતા માતા પોતાના ઘેર લાવતા જમાઈને સારું નહીં લાગતા લોખંડના પાઇપ વડે હુમલો કરી અન્ય બે શખ્સોએ પણ મુંઢમાર મારતા સાસુના માતાનો તોલો રંગી નાખ્યો હતો.
મૂળ અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના વતની અને હાલમાં મોરબીના શનાળા નજીક રહેતા મંગુબેન કાળુભાઇ વાઘેલા ઉ.40 નામના મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની દીકરીને ઘેર લઈ આવતા રાજકોટ રહેતા તેમના જમાઈ સાગર બહાદુરભાઈ માથાહુડીયાને સારું નહીં લાગતા આરોપી સાગરભાઇ બહાદુરભાઇ માથાહુડીયા, નાગજીભાઇ બહાદુરભાઇ માથાહુડીયા તથા વિજય કોળી રહે. ત્રણેય આમ્રપાલી ફાટક રાજકોટ વાળાઓ મંગુબેનના ઘેર આવ્યા હતા અને ગાળાગાળી કરી મંગુબેનને માથામાં જમાઈએ પાઇપ ફટકારી દઈ ઢીંકા પાટુનો માર મારતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.