મોરબીના વાવડી રોડ પર આવેલ શિવમ સોસાયટીમાં છોકરાઓ વચ્ચે બોલાચાલી થતા યુવાનને દંપતીએ પથ્થરનો છૂટો ગામ માથામાં મારીને તેમજ ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેરના વાવડી રોડ ઉપર સ્વાતિ પાર્કની બાજુમાં આવેલ શિવમ પાર્કમાં રહેતા મયુરસિંહ જોરુભા જાડેજાએ આરોપી રવિભાઈ મોહનભાઇ ગોહેલ તેમજ રવિભાઈના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે શેરીમાં મયુરસિંહ અને રવિભાઈના બાળકો રમી રહ્યા હતા ત્યારે બાળકો વચ્ચે ઝઘડો થતા રવિભાઈએ આવેશમાં આવી જઈ પથ્થરનો છૂટો ઘા કરી માથામા ઇજાઓ પહોંચાડવાની સાથે ગાળાગાળી કરી દંપતીએ મયુરસિંહને ઇજાઓ પહોંચાડતા આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.