મોરબી : આપણા સમાજમાં નારીને માતા શક્તિનો આવતર માંનીને પૂજા કરવામાં આવે છે. તેમ છતાં પણ નારીની અસ્મિતા ન જળવાઈ તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય દરેક નાની મોટી નારીઓને પોતાની સુરક્ષા માટે સ્વરક્ષિત થવાની જરૂર વચ્ચે મોરબીમાં હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં બાળાઓએ નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો.
જેમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં રાસ ગરબે આવતી દીકરીઓ, મહિલાઓ પણ પોતાની સુરક્ષા માટે જાગૃત થાય એ માટે જુડો કરાટેની તાલીમ.લીધેલી 10 દીકરીઓને ખાસ બોલાવવામાં આવી હતી.
આ દીકરીઓએ જુડો કરાટેની ખાસ તાલીમ લઈને સ્વરક્ષણ મેળવ્યું છે. આથી આ દિકરીઓએ નવરાત્રી મહોત્સવમાં જુડો કરાટેના એવા હેરતઅંગેજના કરબતો રજૂ કર્યા હતા કે તે જોઈએ હાજર તમામ ઉંમરની મહિલાઓમાં પોતાની સલામતી માટે સ્વરક્ષણ મેળવવા ભારે જાગૃતિ આવી હતી.
નાની બાળાથી માંડીને દરેક વયની મહિલા કોઈપણ ક્ષેત્રે ભયમુક્ત વાતાવરણનો અહેસાસ કરે એ માટે આત્મવિશ્વાસનો સંચાર કરવા આ પ્રકારની તાલીમ મેળવવી આવશ્યક છે.
આથી 10 બાળાઓએ શક્તિની ભક્તિના આ પર્વમાં પોતાની શક્તિને સમાજ સમક્ષ ઉજાગર કરી હતી. તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું.