Sunday - May 03, 2026

આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા નવા સાદુરકા ખાતે સફળ ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન

આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક દ્વારા નવા સાદુરકા ખાતે સફળ ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન

આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક, મોરબી દ્વારા નવા સાદુલકા ખાતે, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મફત ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ મફત આરોગ્ય કેમ્પમાં કુલ ૩૫ દર્દીઓએ આરોગ્યલાભ મેળવ્યો હતો. કેમ્પમાં દર્દીઓની તપાસ ઉપરાંત તેમને જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બનાવવામાં આવ્યા હતા.

​ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.મોહિત ડાંગર અને ડૉ. અવની કાંજીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ. રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું.

​આ કેમ્પની વિશેષ નોંધનીય બાબત એ હતી કે બધા ડૉક્ટર દ્વારા લોકોને ફિઝિયોથેરાપી શું છે? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્યલાભ મળ્યો અને આરોગ્ય જાગૃતિ પણ સર્જાઈ.

​અંતમાં,  આર્યતેજ ગ્રૂપ ઑફ ઇન્સ્ટિટ્યૂશન્સના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આ સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી.