Friday - Jun 05, 2026

મોરબીમાં રિસામણે બેઠેલા કૌટુંબિક ભાભીના ભાઈએ વાહન અથડાવી યુવકને હેલ્મેટના ઘા માર્યા

મોરબીમાં રિસામણે બેઠેલા કૌટુંબિક ભાભીના ભાઈએ વાહન અથડાવી યુવકને હેલ્મેટના ઘા માર્યા

મોરબી : મોરબી શહેરના વીસીપરા મેઈન રોડ પર બહેન રિસામણે આવેલી હોય તેનો ખાર રાખી સ્કૂટી ચાલકે યુવક સાથે સ્કૂટી અથડાવતા યુવકે ધ્યાન રાખી સ્કૂટી ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે યુવક પર હેલ્મેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના વીસીપરામાં મદીના સોસાયટીમાં રહેતા અને મસ્જિદમાં નમાઝ પઢાવવાનું કામ કરતા મહેબૂબભાઈ ઇકબાલભાઈ ભટ્ટી ગઈકાલે સાંજે વીસીપરા મેઈન રોડ પર જતાં હતાં ત્યારે તેમના કૌટુંબિક ભાભીના ભાઈ આરોપી શાહરુખ જુસબભાઈ સંધવાણીએ પાછળથી આવી સ્કૂટી અથડાવતા મહેબૂબભાઈએ સ્કૂટી ધીમે ચલાવવાનું કહ્યું હતું.જો કે, આરોપી યુવકના બહેન સાતેક માસથી રિસામણે ગયા હોય તે બાબતનો ખાર રાખી આરોપીએ મહેબૂબભાઈ સાથે ઝઘડો કરી પોતાની પાસે રહેલ હેલ્મેટ વડે બે ત્રણ ઘા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.