મોરબી : મોરબીમા તાવ અને આચકીએ પરિણીતાને માત્ર 20 વર્ષની વયે જ નિષ્પ્રાણ બનાવી દીધી હોવાની કરુણ ઘટના સર્જાતા તેના પરિવાર ઉપર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મામા કેમિકલ કારખાનામાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ભાવનાબેન મહેશભાઈ ડામોર ઉ.વ.20 નામના પરિણીતાને ગત તા.2ના રોજ તાવ આવ્યા બાદ ઉલ્ટીઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં અચાનક આચકી ઉપડી ગયા બાદ બ્રેઇન હેમરેજ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.