મોરબી : મોરબીની સબજેલમાં રામરાજની સ્થિતિ વચ્ચે વધુ એક વખત મોબાઈલ ફોન મળી આવતા અમદાવાદની ઝડતી સ્ક્વોડ દ્વારા ગંભીર બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. અમદાવાદની ઝડતી સ્ક્વોડના ચેકીંગ દરમિયાન એક નંબરની બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હોવાનું જાહેર કરાયું હતું.
મોરબીની સબજેલમાં અગાઉ અનેક વખત વાંધાજનક વસ્તુઓ મળી આવવાની સાથે અહીંથી વીડિયો કોલ થતા હોવાની હકીકત વચ્ચે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની ઝડતી સ્ક્વોડ દ્વારા સબજેલમાં ઝડતી લેવામાં આવતા જેલમાં સર્કલ નંબર એક અને બેરેક નંબર એકની પાછળ તરફ આવેલ જાજરૂની કુંડીમાંથી કેચાડા કંપનીનો સીમકાર્ડ વગરનો એક મોબાઈલ મળી આવતા ઝડતી સ્ક્વોડના જેલર ગ્રુપ 1 દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.