Sunday - May 24, 2026

મોરબીમાં બે યુવાનને કુહાડી અને ધારીયાના ઘા મારી ભત્રીજા સાથેની માથાકૂટનો બદલો લીધો

મોરબીમાં બે યુવાનને કુહાડી અને ધારીયાના ઘા મારી ભત્રીજા સાથેની માથાકૂટનો બદલો લીધો

મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે મારા ભત્રીજા સાથે માથાકૂટ કેમ કરી કહી ચાર શખ્સોએ બે યુવકો પર ધારીયા અને કુહાડી વડે હુમલો કરી હાથની આંગળી કાપી નાખતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ ધીરુભાઈ સુરેલા ઉ.વ.30એ આરોપી રાઘવ ઉર્ફે હકાભાઈ કુંવરિયા, કપિલ કુંવરિયા, રોહિત ઉર્ફે બાડો ટીડાણી અને આરોપી દિકુ કોળી રહે.તમામ ત્રાજપર ખારી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.21ના રાત્રીના સમયે ફરિયાદી તેમજ સાહેદ દીપકભાઈ દેથરીયા ત્રાજપર ખારી ચોકમાં ઉભા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને સાહેદ દિપકને સાથે ઝઘડો કરી પોતાના ભત્રીજા ચિન્ટુ સાથે માથાકૂટ કેમ કરી હતી કહી કુહાડી અને ધારીયા વડે હુમલો કરતા ફરિયાદી વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ કુહાડીનો ઘા મારી દેતા આંગળી કપાઈ ગઈ હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.