Thursday - May 14, 2026

મોરબીમાં સાસુએ વાસણ ઉટકવાની ના પાડતા વહુએ હાથ મરડી ફ્રેક્ચર કરી નાખ્યું

મોરબીમાં સાસુએ વાસણ ઉટકવાની ના પાડતા વહુએ હાથ મરડી ફ્રેક્ચર કરી નાખ્યું

મોરબી : આજના આધુનિક યુગમાં સંયુક્ત પરિવારના રહેતા સાસુ વહુના સંબંધો ખટાશ ભર્યા બન્યા છે ત્યારે મોરબીના ઘુંટુ ગામે કળિયુગી વહુએ સાસુ - વહુના સંબંધોને લાંછન લાગે તેવી હરક્ત કરી વૃદ્ધ સાસુને વાસણ માંજવા હુકમ કરતા સાસુમાએ દુઃખાવાના કારણે વાસણ સાફ કરવાની ના પાડતા વહુએ વૃદ્ધ સાસુને મારી નાખવાની ધમકી આપી હાથ મરડી ફ્રેક્ચર કરી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

મોરબી તાલુકાના ઘુંટુ ગામે પંચવટી સોસાયટીમાં રહેતા ગૌરીબેન ગોરધનભાઇ સોરીયા ઉ.6.વ7 નામના વૃદ્ધ મહિલાએ પોતાની પુત્રવધુ ભાવનાબેન પ્રશાંતભાઈ સોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.10ના રોજ તેમના દીકરાની વહુ એવા આરોપી ભાવનાબેને સાસુ ગૌરીબેનને વાસણ ઉટકવાનું કહ્યું હતું.પરંતુ ગૌરીબેને અગાઉ ગોળાનું ઓપરેશન કરાવ્યું હોવાથી દુખાવો રહેતો હોય વાસણ સાફ કરવાની ના પાડતા આરોપી પુત્રવધુ ભાવનાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને વૃદ્ધ સાસુનો હાથ મરડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેનની ફરિયાદના આધારે તાલુકા પોલીસે પુત્રવધુ વિરુદ્ધ ગુંન્હો દાખલ કર્યો હતો.