Friday - Apr 17, 2026

મોરબીના મહેન્દ્રનગરમાં યુવાનના આપઘાત કેસમાં ત્રણ સામે મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ

મોરબીના મહેન્દ્રનગરમાં યુવાનના આપઘાત કેસમાં ત્રણ સામે મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ

આરોપીઓએ રૂપિયા ઉછીના લીધા બાદ પરત આપવાને બદલે યુવકને ધમકાવી પોલીસ ફરિયાદ નોંધાવતા યુવાને આપઘાત કરી લીધો હતો

મોરબી : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાને બે મિત્રોને હાથ ઉછીના આપેલા રૂપિયા પરત આપતા ન હોવાથી આ બાબતે તેમના સાળાને વાત કર્યા બાદ ત્રણ આરોપીઓએ રૂપિયા પરત આપવાને બદલે ઊલટું ફરિયાદીના સાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જાનથી મારી નાખવા ધમકી આપતા હતપ્રભ બનેલા યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા આ ચકચારી બનાવમાં યુવાનને મરવા મજબુર કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા મૂળ લક્ષ્મીનગરના રહેવાસી હર્ષભાઈ અમરશીભાઈ લિખિયાએ આરોપી આશિષ રમેશભાઈ પાડલીયા, હિતેશ વાસુદેવભાઈ દસાડિયા અને આરોપી કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમને આરોપી આશિષ તેમજ કમલેશને હાથ ઉછીના પૈસા આપ્યા બાદ આરોપીઓ પૈસા પરત આપતા ન હોવાથી ફરિયાદીના સાળા વિપુલભાઈ વિડજાને રૂપિયા બાબતે વાત કરી હતી.જેથી સાળા અને બનેવીએ આરોપીઓને રૂપિયા પરત આપવાનું કહેતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ ફરિયાદ નોંધાવતા વિપુલભાઈ વિડજાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિપુલભાઈને મરવા મજબુર કરવા મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.