મોરબી : મોરબી શહેરમાં લાતીપ્લોટ વિસ્તારમાં ગત તા.5ના રોજ મિત્રના લગ્નપ્રસંગમાં ગયેલા ફરિયાદી જુબેર રજાકભાઈ રાજા ઉ.19 રહે.ડાયમંડ બેકરી સામે, અયોધ્યાપુરી રોડ નામના યુવકને સામે જોઈ કાતર કેમ મારતો હતો તેવું કહી કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી તેમજ આરોપીના ફઈના દીકરા સોહિલે જુબેરને વાસાના ભાગે તેમજ થાપાના ભાગે છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.