Friday - May 15, 2026

મોરબીમાં દેશી દારૂના પીઠા ઉપર લોકોએ રેડ પાડી પોલીસની નિષ્ક્રિયતા પોલ ખુલ્લી પાડી

મોરબીમાં દેશી દારૂના પીઠા ઉપર લોકોએ રેડ પાડી પોલીસની નિષ્ક્રિયતા પોલ ખુલ્લી પાડી

મોરબી : મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે આવેલા વિદ્યુતનગર સોસાયટી અને હરિ પાર્ક સોસાયટી જવાના રસ્તા પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા 5 દિવસ પહેલા એટલે કે 8 તારીખે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિણામે સ્થાનિકોએ એકઠા થઇ જનતા રેડ પાડી હતી.

મોરબીમાં દેશી દારૂના પીઠા ઉપર લોકોએ રેડ પાડી પોલીસની નિષ્ક્રિયતા પોલ ખુલ્લી પાડી

પોલીસની નિષ્ક્રિયતા અને દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણથી ત્રસ્ત થયેલા સોસાયટીના રહીશોએ આખરે કંટાળીને આજે જનતા રેડ કરી હતી. આ જનતા રેડ દરમિયાન ખંઢેર મકાનમાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં આશ્ચર્યની વાત એ છે કે જ્યાં આ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તે સ્થળ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 થી 200 મીટર જેટલું જ દૂર છે અને દારૂના નશામાં લોકો અવારનવાર જાહેરમાં ઝૂમતા નજરે પડતા હોય છે. જેથી આ મામલે સ્થાનિકોએ અગાઉ રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અને આખરે સામાન્ય જનતાને જાતે જ રેડ કરવા મજબૂર થવું પડતાં, પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.