મોરબી : માળીયા મિયાણા શહેરમાં ગાડી સામસામે આવી જવા મામલે અગાઉ થયેલી બોલાચાલી ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ વિશાલા હોટલ ખાતે ચાપાણી પીવા ગયેલા યુવક પર હુમલો કરી સ્કોર્પિયો ગાડીમાં થાર અથડાવી નુકશાન કરવાની સાથે અન્ય એક સાહેદને મારવા વાડીએ જઈ ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા શહેરના વાડા વિસ્તારમાં રહેતા રફીકભાઈ કાદરભાઈ જેડા ઉ.વ.26 નામના યુવકે આરોપી મોશીન નુરાલીભાઈ મોવર, ફારૂક નુરાલીભાઈ મોવર, નુરાલી આમદભાઈ મોવર, વિરમ નુરાલીભાઈ મોવર અને નવાજ ડાડા મોવર નામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ આરોપી મોશીન સાથે ગાડી સામસામી આવી જવા બાબતે બોલાચાલી થઈ હોય ઝઘડાના સમાધાનની વાતચીત ચાલુ હતી તેવામાં ગત તા.28ના રોજ રાત્રીના સમયે પોતે સાહેદ સાથે સ્કોર્પિયો લઈ વિશાલા હોસ્પિટલ ખાતે ચાપાણી પીવા જતા આ સમયે આરોપીઓ ક્રેટા અને થાર ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરવા લાગતા સાહેદ નવાબ બીકનો માર્યો સ્કોર્પિયો ગાડી લઈ ભગવા જતા આરોપીએ થાર ગાડીથી ટક્કર મારી ફરિયાદીને પાડી દઈ ફ્રેક્ચર કરી નાખ્યું હતું.બાદમાં ફરિયાદીના કાકા ઇસ્માઇલભાઈની વાડીએ જઈ આરોપીઓ નવાબને મારવા માટે ધોકા, છરી અને ધારીયા સહિતના હથિયાર સાથે જઈ આતંક મચાવ્યો હતો.આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.