Monday - Apr 20, 2026

મોરબીમાં હવે પછી આ કુતરૂ મારી પાછળ દોડવુ જોઇએ નહિ કહી ધમકી આપી

મોરબીમાં હવે પછી આ કુતરૂ મારી પાછળ દોડવુ જોઇએ નહિ કહી ધમકી આપી

 મોરબીના શનાળા ગામે આવેલ ઇન્દિરા આવાસ નવા પ્લોટ વિસ્તારમાં શેરીનું કૂતરું ભસવા અને પાછળ દોડવા મામલે પાડોશમાં રહેતા શખ્સે હવે પછી આ કુતરૂ મારી પાછળ દોડવુ જોઇએ નહિ કહી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.


મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરા આવાસ પ્લોટમાં રહેતા બાબુભાઇ આંબાભાઇ સોલંકી ઉ.વ.68 એ તેમની પાડોશમાં રહેતા મયુરભાઇ ખીમજીભાઇ સોલંકી સામે મોરબી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને પાડોશમાં રહેતા મયુરભાઇ ખીમજીભાઇ સોલંકીએ કહ્યું હતું કે, તમારા ઘર પાસેનુ કુતરૂ છે તે મારી પાછળ કરડવા દોડે છે તમે ધ્યાન રાખજો હવે કુતરૂ મારી પાછળ દોડવુ ન જોઇએ જેથી બાબુભાઈએ કહ્યું હતું કે, આ અમારૂ કુતરૂ નથી શેરીનુ કુતરૂ છે તેમ કહેતા છતાં આરોપી મયુર એકદમ વધુ ઉશ્કેરાઇ જઈને કહ્યું હતું કે, કુતરૂ સચવાતું ન હોય તો ઘર ખાલી કરીને જતા રહેજો નહિતર હું ઘર ખાલી કરાવી દઇશ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.