Friday - May 08, 2026

મોરબી મનપામાં ઓફ લાઇન મિકલત વેરા પર 10 ટકા અને ઓનલાઈન વેરો પર 12 ટકા રિબેટ અપાશે

મોરબી મનપામાં ઓફ લાઇન મિકલત વેરા પર 10 ટકા અને ઓનલાઈન વેરો પર 12 ટકા રિબેટ અપાશે

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા 2026-27નું નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ કરવેરાની આકરાણી ઓફલાઇન અને ઓનલાઈન એમ બંને રીતે સ્વીકારમાં આવે છે. જો કે મિલ્કત વેરાનો વહેલાસર ટાર્ગેટ પૂરો કરવા અને લોકોને આ વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરવા મનપા દ્વારા રિબેટ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ રિબેટ યોજના મુજબ ઓફલાઇન વેરો ભરવામાં આવે તો મિકલત વેરા ઉપર 10 ટકા અને જો ઓનલાઈન વેરો ભરવામાં આવે તો તેમાં વધુ 2 ટકા ઉમેરીને કુલ 12 ટકા રીબેટ આપવામાં આવી રહ્યું છે જેથી આ  રિબેટ યોજનાને કારણે ઉદાસીન રહેતા લોકો પણ સામેથી વેરો ભરવા આગળ આવી રહ્યા છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા લોકો સામેથી કર રાહતને લીધે મિલ્કત વેરા ભરવા ઉત્સાહ દાખવે તે માટે અલગ અલગ રીતે રિબેટ આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં મનપાના અધિકારી મહાપાલિકા વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓને તાકીદ કરી છે કે, નાણાકીય વર્ષ 2026-27 માટે ઓનલાઈન રીબેટ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં જે મિલકત ધારક તેની બાકી રકમ તાત્કાલિક મનપામાં આવી ભરપાઈ કરશે તો તેને ચાલુ વર્ષના મિલકતવેરા ઉપર 10 ટકા રિબેટનો લાભ અપાશે. તેમજ મનપાની વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઓનલાઇન ટેકસ ભરનારને 12 ટકા રીબેટ આપવામાં આવશે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રાસ કુલ 11 વોર્ડ ઓફીસમાં સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો મહાનગરપાલિકાની  વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશનથી મોરબી મહાનગરપાલિકાના  પ્રોપર્ટી ટેકસ અને વ્યવસાય વેરો ઓનલાઈન ભરી શકશે. આથી હાલ મોરબી માનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં આસામીઓ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધો છે. તેથી મોરબી મહાનગરપાલિકાની રીબેટ યોજનાનો વધુને વધુ લોકોને લાભ લઈ મિલકત વેરો ભરે તેવો