મોરબી : મોરબી શહેરની ત્રાજપર ચોકડી પાસેથી જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસને સાથે રાખી જીજે - 36 - ડબ્લ્યુ - 8911 નંબરની મેકસી રીક્ષામાં ક્રૂરતાપૂર્વક જીવિત પાડો લઈને નીકળેલા આરોપી સતારભાઇ ઉર્ફે સતિષભાઈ ભોપાભાઈ સલાટ તેમજ સોનલબેન સતારભાઈ ઉર્ફે સતિષભાઈ સલાટ રહે.બન્ને માથક શિવપુરના રસ્તે, તા.હળવદ વાળાઓને ઝડપી લીધા હતા.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે પશુ પ્રત્યે ક્રુરતા આચરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.