હળવદ : હળવદ શહેરમાં વસંતપાર્કમાં રહેતી મૂળ નવા ઇશનપુર ગામની પરિણીતાને છેલ્લા એકાદ વર્ષથી સાસરિયાઓ ઘરકામ બાબતે ત્રાસ આપી મારકુટ કરતા હોવાથી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામ અને હાલ હળવદ વસંતપાર્કમાં રહેતા પરિણીતા પાયલબેન પાર્થકુમાર પરમાર ઉ.31એ આરોપી પતિ પાર્થકુમાર ડુંગરભાઈ પરમાર રહે.રાણીપ અમદાવાદ, સાસુ ભગવતીબેન ડુંગરભાઈ પરમાર અને સસરા ડુંગરભાઈ મોહનભાઇ પરમાર રહે.નવા ઇશનપુર વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પતિ સહિતના સાસરિયા ઘરકામ બાબતે અવારનવાર માથાકૂટ કરી માર મારતા હોય સમાજ રાહે સમાધાનના પ્રયાસ કરવા છતાં હેરાનગતિ કરતા હોવાથી અંતે ફરિયાદ નોંધાવી હતી.