મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરની બાજુમાં રહેતા પ્રભાબેન રમેશભાઈ સિચણાદા અને તેમના પતિ રમેશભાઈ ચુતરભાઈ સિચણાદા સાથે અગાઉના મનદુઃખનો ખાર રાખી આરોપી વિવેક કિશોરભાઈ ધોળકિયા, ગુલાબબેન કિશોરભાઈ ધોળકિયા, વિવેકના ભાભી સહિતના પાંચ આરોપીઓએ ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ આરોપી વિવેકે રમેશભાઈને ઊંધા ધારીયાનો ઘા મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.