Saturday - Jul 04, 2026

મોરબીમાં ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી યુવતીને ખંખેરી લીધી.

મોરબીમાં ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી યુવતીને ખંખેરી લીધી.

એક શખ્સે કોલેજકાળ દરમિયાન પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી 3 લાખ પડાવી લીધાની પીડિતાની પિતાએ ફરિયાદ નોંધાવી.

મોરબી : મોરબીમાં એક શખ્સને યુવતીને ધરાર પ્રેમસબંધ રાખવા દબાણ કરી બ્લેકમેઇલ કરવાનું ભારે પડ્યું હતું. જેમાં એક શખ્સે યુવતી સાથે કોલેજકાળમાં પ્રેમ સંબંધ કેળવી અંગત ફોટા પાડી લીધા બાદ યુવતીની સગાઈ થઈ જતા આરોપીએ ધરાર પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી યુવતી પાસેથી રૂ.3 લાખ પડાવી લીધા હતા.આટલેથી જ ન અટકતા આરોપીએ બ્લેકમેઇલ કરવાનું ચાલુ રાખતા અંતે યુવતીએ પિતાને સઘળી હકીકત જણાવતા આખરે બેલ્કમેઇલરની કરતૂતનો ભાંડાફોડ થયો હતો.

મોરબીમાં રહેતી યુવતીના પિતાએ આરોપી ટંકારા તાલુકાના વિરપર ગામના ડેનીશ મણીલાલ મુંદડીયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોધાંવી હતી કે, તેમની પુત્રી અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય ત્યારથી જ આરોપીએ પરિચય કેળવ્યો હતો અને કોલેજમાં અભ્યાસ દરમિયાન મિત્રતા કેળવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી બંનેને પ્રેમ સંબંધ હોવાથી બંને વારંવાર મળતા હતા. તેમજ બંનેના પરિવાર વચ્ચે સગાઈની વાત કરી હતી.પણ યુવતીના પરિવારે સગાઈની ના પાડી હતી. તેથી આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે પ્રેમ સંબંધ નહી રાખે તો હું આપણા સાથે પાડેલા અંગત ફોટા વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી બ્લેકમેઇલ કરતા ગભરાયેલી યુવતીએ જેમ જેમ આરોપીએ નાણાં માંગ્યા એ મુજબ દશ હજાર, વિશ હજાર કટકે કટકે એમ રોકડા રૂપિયા બે લાખ આપી દીધા બાદ યુવતીએ ડેનીશ સાથે વાત કરવાનું બંધ કરી દેતા આરોપીએ અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન અને મેસેજ કરી બ્લેકમેઇલ કરતો હોય અને આરોપીના લગ્ન થઈ ગયા હોવાથી યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા આરોપી યુવતીને ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને 95,000નો મોબાઈલ પણ પડાવી લીધો હતો. આ રીતે આ આશીકે યુવતી પાસેથી આશરે 3 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા અને જો યુવતીની સગાઈની વાતની ખબર પડે તો બ્લેકમેઇલ કરી બળજબરી પૂર્વક સંબંધ રાખવા અને યુવતીની સગાઈ ન થવા દેવાની ધમકીઓ આપતો હોવાની યુવતીના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે આ ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.