વાંકાનેર : મૂળ મધ્યપ્રદેશ અને હાલ રંગપરમાં રહેતા 20 વર્ષીય મંજુબેન અનિલભાઈ માવીને ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ સૂતી વખતે ઝેરી સાપ કરડ્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. 108 ટીમના EMT હિતેશભાઈ જાપડા અને પાઈલોટ રવિભાઈ દેવમુરારી ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મંજુબેનને પ્રાથમિક સારવાર પૂરી પાડી, જેમાં તેમને કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવ્યો હતો. ERCP ડૉ. મહેશના જણાવ્યા અનુસાર, તેમને જરૂરી સારવાર આપવામાં આવી છે.