Sunday - Jul 26, 2026

મોરબીમાં પૂર્વ પતિએ પુત્રીને મળવાની ના પાડી મહિલાને ગાલ પર ફડાકા ઝીકી આંગળીમાં બટકું ભર્યાની ફરિયાદ

મોરબીમાં પૂર્વ પતિએ પુત્રીને મળવાની ના પાડી મહિલાને ગાલ પર ફડાકા ઝીકી આંગળીમાં બટકું ભર્યાની ફરિયાદ

મોરબી : મોરબી શહેરમાં ગ્રીનચોકમાં મિત્ર સાથે રહેતા મહિલા પિતાની પુત્રીને મળવા પૂર્વ પતિના ઘેર જતા પૂર્વ પતિએ પૂર્વ પત્નીને પુત્રીને મળવાની ના પાડી ગાલ પર ઝાપટો મારી આંગળીમાં બટકું ભરી લેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કર્ણાટકના વતની અને હાલમાં ગ્રીન ચોક નજીક કંસારા શેરીમાં રહેતા ગીતાબેન નાગોશીભાઈ નિરંજન ઉ.43 વાળાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા પૂર્વે પતિ જીજ્ઞેશભાઈ લાલજીભાઇ ચૌહાણ રહે.ઉમિયાનગર, સામાકાંઠા મોરબી વાળાએ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ હાલમાં તેમના પુરુષ મિત્ર સાથે ઉપરોક્ત સરનામે રહે છે. જેમાં તેમના જીજ્ઞેશભાઈ સાથેમાં લગ્નજીવનમાં એક પુત્રીનો જન્મ થયો હોય જેથી જીજ્ઞેશભાઈના ઘેર પુત્રીને મળવા જતા પૂર્વ પતિએ પુત્રીને મળવાની ના પાડી ગાલ પર ફડાકા ઝીકી આંગળીમાં બટકું ભરી લીધું હતું.બનાવ અંગે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.