મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે મોરબી શહેર તેમજ સરવડ ગામમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ અને માળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને વંદન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ તાજેતરના માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે માગણી કરી કે આ કુદરતી આફતમાં ખેડૂતોને સહાય મળે અને તેમને ડૂબતા બચાવી શકાય.
કોંગ્રેસે જણાવ્યું હતું કે 2008 ની સાલમાં મનમોહન સિંહજીએ જે રીતે ધીરાણ માફ કર્યું હતું, તે જ રીતે માવઠાની પરિસ્થિતિના અનુસંધાનમાં હાલમાં પણ ખેડૂઓએ લીધેલું ધીરાણ માફ કરવામાં આવે. તેમજ તેમણે સરકારને કોઈપણ પ્રકારના તાયફા કે સર્વે કર્યા વગર, જે કાંઈ નુકસાની થઈ છે તે સંપૂર્ણ નુકસાની તાત્કાલિકના ધોરણે સીધા ખેડૂના ખાતામાં જમા કરવા માંગ કરી હતી.