Saturday - May 23, 2026

માળીયામાં મીઠાના કારખાનામાં મશીનના વપરાશ મામલે પિતા-પુત્રને ધારીયાના ઘા ઝીકી લાકડી ફટકારી

માળીયામાં મીઠાના કારખાનામાં મશીનના વપરાશ મામલે પિતા-પુત્રને ધારીયાના ઘા ઝીકી લાકડી ફટકારી

મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામની સીમમાં મીઠાના કારખાનામાં મશીન ઓપરેટરને મશીન ચલાવવા લઈ જવા બાબતે બે શખ્સોએ પિતા અને પુત્રને ધારીયામાં ઘા મારવાની સાથે લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડતા બન્ને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

માળીયા મિયાણા તાલુકાના હરિપર ખાતે રહેતા અને મીઠાનું કારખાનું ધરાવતા ફરિયાદી ગનીભાઈ સુલેમાનભાઈ પાયક ઉ.વ.72 નામના વેપારીએ આરોપી ફતેહમામદ અબ્દુલભાઇ ભટ્ટી રહે.માળીયા મિયાણા અને અન્ય એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી આરોપી ફતેહમામદના મશીન ઓપરેટરને પોતાના કારખાને મશીન ચલાવવા લઈ જતા આરોપીઓને સારું નહીં લાગતા ધારીયા વડે હુમલો કરી ફરિયાદીને માથાના ભાગે ફ્રેક્ચર કરી નાખી તેમના પુત્રને લાકડી વડે બન્ને શખ્સોએ માર માર્યો હતો.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.